માતા પિતાને તરછોડનાર સંતાનોને લઈ હાઈકોર્ટે અપનાવ્યું કડક વલણ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-18 13:23:25

હિંદુ ધર્મમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન આપવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાનની પૂજા કરવાથી માતા પિતા મળશે તે કે નહીં તે વાતની ખાતરી નથી પરંતુ માતા પિતાની સેવા કરવાથી ભગવાન મળતા હોય છે. પરંતુ મોટા થયા બાદ જે બાળકોને કાળજાની જેમ સાચવ્યા હોય છે તે જ સંતાનો માતા પિતાને તરછોડી દેતા હોય છે. વૃદ્ધાવસ્થામાં જે બાળકો તેમનો સહારો બનવાના હોય છે તે જ બાળકો માતા પિતાને નિરાધાર છોડી દેતા હોય છે. ત્યારે આવા સંતાનોને કર્ણાટક હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે.  અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં તરછોડાયેલા માતા પિતાનું ભરણપોષણ કરવા માટે પણ પૈસા નથી મળતા. 


માતા પિતાની સંભાળ ન લેનાર બાળક દયાભાવને લાયક નથી - કર્ણાટક હાઈકોર્ટ 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૈસુરના 84 વર્ષીય વેંકટમ્મા નામની માતા તેની દીકરીઓ સાથે રહેતી હતી. અમ્માએ પુત્રનું ઘર છોડી દીધું હતું. તેમણે પોતાના પુત્ર ગોપાલ અને મહેશ પાસેથી ભરણપોષણની માંગ કરી અને કેસ પહોંચ્યો  મૈસુરમાં ડિવિઝનલ ઓફિસમાં. મૈસુર ડેપ્યુટી કમિશનરે પ્રત્યેક પુત્રને માતાને ૧૦ હજાર આપવા આદેશ આપ્યો હતો, એટલે કે અમ્માને પુત્રોએ 20 હજાર આપવાના હતા. આ નિર્ણયને દીકરાએ પડકાર્યો અને બન્ને પુત્રો હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ હાઈકોર્ટ પહોંચેલા દીકરાઓની અરજીને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે ટકોર કરતા કહ્યું કે માતા પિતાની સંભાળ ન રાખનાર પુત્રો દયાભાવને લાયક નથી. 


જો પુત્રી ન હોત તો વૃ્દ્ધ માતા રસ્તા પર આવી ગઈ હોત

જ્યારે માતાને 20 હજાર ચૂકવવાની વાત આવી ત્યારે પુત્રોએ દલીલ કરી કે અમ્મા તેમની પુત્રી એટલે કે તેમની બહેનના કહેવા પર તે પુત્રો પાસે પૈસાની માગણી કરી રહ્યા છે. ઉપરાંત તેમણે અવું પણ કહ્યું હતું કે માતાને 20 હજાર મહિને આપી શકાય તેવી આર્થિક પરિસ્થિતિમાં તે નથી. પરંતુ હાઈકોર્ટ આવી તમામ દલીલોને ફગાવી દીધી હતી. અને આદેશ કર્યો હતો કે સંતાનોએ ભેગા મળીને માતાને ભરણપોષણ અર્થે 20 હજાર પ્રતિમહિને આપવા પડશે. કોર્ટ પહોંચેલા સંતાનોનું કહેવું છે કે માતાએ પુત્રો સાથે રહેવું પડશે. હાઈકોર્ટના જજે એવું પણ ઉમેર્યું કે કોઈ માતા પિતાને તેમની ઈચ્છા વિરૂદ્ધ પુત્રોના ઘર પર રહેવા મજબૂર ના કરી શકાય, આ કેસમાં બહેનોએ માતાને ભડકાવી હોય તેવું પણ સાબિત નથી થયું. જો પુત્રીઓ ન હોત તો વૃદ્ધ માતા રસ્તા પર રહેવા મજબૂર થઈ હોય. 


હાઈકોર્ટે સંતાનોને લગાવી ફટકાર

શાસ્ત્રોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે માતા પિતા, શિક્ષક અને અતિથિ ભગવાન સમાન હોય છે. જે લોકો પોતાના માતા પિતાની દેખરેખ ન કરતા હોય તેમના માટે કોઇ પ્રાયશ્ચિત નથી. ભગવાનની પૂજા કરતા પહેલા માતા પિતા, શિક્ષકો અને અતિથિઓનુ સન્માન કરવું જોઇએ. જોકે આજની પેઢી માતા પિતાની દેખરેખ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. આવા લોકોની સંખ્યા વધી રહી છે તે સારો વિકાસ ના કહી શકાય. ઉપરાંત કોર્ટે એવું પણ કહ્યું કે જો કોઈ પુરૂષ પોતાની પત્નીની દેખરેખ કરી શકતો હોય તોો પોતાની માતાની દેખરેખ કેમ ના કરી શકે? 


માતા પિતાની સંભાળ રાખવાનું કર્તવ્ય સંતાનનું - હાઈકોર્ટ 

મહત્વનું છે કે માતા પિતાની સંભાળ રાખવી દરેક બાળકનું કર્તવ્ય છે. બાળક પાછળ માતા પિતા પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે પરંતુ જ્યારે બાળકની વાત આવે ત્યારે બાળક પોતાની ફરજથી દૂર થઈ જાય છે. માતા પિતાને તરછોડી દે છે. ત્યારે દરેક બાળકે સમજવું પડશે કે માતા પિતાની સેવા કરવી તે તેમનું પ્રથમ કર્તવ્ય છે. મહત્વનું છે કે માતા સાથે બાળકનો નાતો સૌથી વધારે ગહેરો હોય છે. માતાને બાળકનો પ્રથમ ગુરૂ માનવામાં આવે છે. જો માતા પિતાએ પોતાનું જીવન બાળક પાછળ આપી દેતા હોય છે તો બાળકોએ પણ પોતાની ફરજ સમજવી પડશે.         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?