ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરનાર વિધર્મીઓ ઝડપાયા! મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો હતો પ્રયાસ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-17 08:58:52

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના થોડા દિવસ પહેલાની છે પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે મંદિર પ્રસાશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આ મામલે તપાસ કરવા SITની રચના પણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  

મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો પ્રયત્ન! 

નાસિકનું ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. કરોડો ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મ સિવાયના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ અનેક વિધર્મીઓ દ્વારા મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાદર લઈને ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓએ તેમનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના થોડા દિવસો પહેલાની છે પરંતુ તે સમયે આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના અંગેની તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ પર SITની રચના કરવામાં આવી અને તપાસ કરાઈ હતી. 


આ મામલે થઈ ચાર લોકોની ધરપકડ!

મળતી માહિતી અનુસાર આ મામલે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. મંગળવારે અકીલ યૂસુફ સૈય્યદ, સલમાન અકીલ સૈય્યદ, મતિન રાજુ સૈય્યદ અને સલીમ બક્શુ સૈય્યદને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 13મેની છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.