ગરમી પ્રાણઘાતક સાબિત થઈ! હીટસ્ટ્રોકને કારણે લોકો ગુમાવી રહ્યા છે જીવ! જાણો શું છે લૂ લાગવાના લક્ષણ અને બચવા શું કરવો જોઈએ ઉપાય?


  • Published By :
  • Published Date : 2024-05-25 15:29:16

કાળઝાળ ગરમીની મૌસમ ચાલી રહી છે.. ગુજરાત જાણે અગનગોળામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાજ્યમાં એટલી બધી ગરમી વધી ગઈ છે કે ઘરની બહાર નિકળીએ તો ચામડી દાઝી જાય તેવી પરિસ્થિતિ છે.. ગરમીને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે તેમ ડિહાઈડ્રેશનનો પણ લોકો શિકાર બની રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે એક જ દિવસમાં ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે... તે સિવાય અનેક કેસ નોંધાયા છે જેને કારણે ચિંતાનો વિષય હીટ સ્ટ્રોક બન્યો છે.  


અસહ્ય ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

ગુજરાત સહિત દેશભરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.. કાળઝાળ ગરમીનો મારો આપણે સહન કરવો પડી રહ્યો છે.. રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન છેલ્લા થોડા સમયથી વધારે નોંધાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું તે ઉપરાંત અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અસહ્ય વધતી જતી ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે અને અનેક લોકોના મોત નિપજી ચૂક્યા છે... ગરમીમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તે સિવાય ઉલ્ટી તેમજ ચક્કર ખાઈ પડી જવાના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.... 


એક દિવસમાં થયા આટલા લોકોના મોત 

મળતી માહિતી અનુસાર માત્ર ગઈકાલે એટલે કે શુક્રવારે કાળઝાળ ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં સુરતથી 6 જેટલા કેસ સામે આવ્યા છે તો વડોદરાથી 9 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ 2 જેટલા લોકોના મોત થઈ ગયા તેવી માહિતી સામે આવી છે.. આ તો માત્ર એક જ દિવસની વાત થઈ અનેક લોકોના મોત અતિશય ગરમીને કારણે થઈ રહ્યા છે.. મહત્વનું છે કે ગરમીને લઈ વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે...



વધતી ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને ગરમી ના લાગે તેનું ધ્યાન રાખે. ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -


1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..


2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..


3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..


4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..


5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..


6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  


7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે






આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..



1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..


2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..


3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..




લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..


2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.


3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.




લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.