ગુજરાતીઓને આકરો તાપ વેઠવાનો વારો આવ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. એક તરફ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે. આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે અને જે મુજબ અનેક ભાગોમાં આકરી ગરમી પડી શકે છે.... ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે.. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે 2024ના એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે...
હિટવેવની કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી
એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી વેઠવાનો વારો આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ વર્ષે આકરી ગરમી પડશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી સાબિત થતી લાગે છે.. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે.. એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો વધારે પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે..
ક્યાં કેટલું નોંધાઈ શકે છે તાપમાન?
રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે.. રાજ્યના અનેક ભાગોમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાય છે. આગામી દિવસોમાં કેવી ગરમી પડશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કવરામાં આવી છે. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનું રહી શકે છે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિંમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે તેવી ગરમી પડવાની શક્યતા છે.