મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી, કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 19:09:59

દિવાળીના સમયે મોરબીનો ઝૂલતા બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાની અનેક ટીકાઓ થઈ હતી. થોડા સમય પહેલા ઓરેવા ગ્રૃપના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલ મારફતે જયસુખ પટેલે કહ્યું કે દુર્ઘટનામાં 134 લોકોના મોતનો અમને પણ અફસોસ છે આ બ્રિજના સંચાલન પાછળ અમારો વેપારી ઈરાદો ન હતો. 


કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાને કારણે હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે મોરબી બ્રિજની દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા અનેક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. બ્રિજ તૂટયા બાદ સરકારે શું કાર્યવાહી કરી? 


શું કાર્યવાહી કરી તે અંગે માંગ્યો જવાબ     

રાજ્ય સરકારનો પક્ષ એડવોકેટ જનરલે મૂક્યો હતો. સરકાર વતી જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં કોર્પોરેશનની હદમાં કુલ 168 મેજર બ્રિજ છે જ્યારે 180 જેટલા માઈનોર બ્રિજ છે. જે અંતર્ગત 63 બ્રિજને રિપેરિંગની જરૂર છે. તે સિવાય સરકારને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ખાનગી કંપનીએ બ્રિજનું ઉદ્ધાટન કર્યું અને જનતા માટે બ્રિજને ખુલ્લો મૂક્યો ત્યારે સરકાર શું કરતી હતી.? 


વહેલી તકે વળતર આપવાની તૈયારી દર્શાવી   

તે સિવાય બ્રિજનું રિપેરીંગનું કામ કરનાર ઓરેવા કંપનીની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના માલિકે મૃતકોને ઉંમર પ્રમાણે સરકારી ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે એવું પણ નોંધ્યું કે ઓરેવા કંપની દ્વારા મૃતકોના વારસદારો અને ઘાયલોને વળતર ચૂકવે તેની અસર તપાસ કરી રહેલી કમિટી પર નહીં થાય. આ તપાસ યથાવત રહેશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના વારસદારો તેમજ ઈજાગ્રસ્તોને વહેલી તકે વળતર આપવામાં આવે.    

    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?