તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આ કારણોસર ટળી સુનાવણી, હવે આ તારીખે હાથ ધરાશે સુનાવણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-04 16:13:25

થોડા દિવસો સુધી જે કેસની ચર્ચા થઈ તે કેસ છે તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત વિશે. એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોએ પોતાના જીવને ગુમાવ્યા હતા. તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. તથ્યકાંડમાં એક નવી અપડેટ આવી છે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે આજે જામીન મામલે સુનાવણી થવાની હતી. પરંતુ તપાસ અધિકારી, સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી થઈ ટળી ગઈ છે. હવે પ્રજ્ઞેશને વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. આગામી સુનાવણી કોર્ટ 6 ઓગસ્ટે હાથ ધરશે.


અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો હતો વાયરલ 

અમે અનેક વખત કહેતા હોઈએ છીએ કે તથ્ય કરતા પણ વધારે જવાબદાર આ કેસમાં કોઈ હોય તો તે છે તથ્યના પિતા. અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કહેતા સંભળાય છે કે નાના બાળકોથી તો આવું થાય. તથ્ય પટેલના ગુન્હામાં પ્રજ્ઞેશ પટેલ પણ ગુન્હામાં અર્ધો ભાગીદાર છે. હાલ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અમદાવાદ પોલીસ દ્વારા અવાજને કન્ફર્મ કરવા માટે પ્રજ્ઞેશનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


પ્રજ્ઞેશ પટેલ હાલ છે જ્યુડિશિયલ કસ્ટડીમાં! 

પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પણ જો તથ્યના પિતાએ તે સમયે પોતાના લાડલાને રોકી લીધો હોત તો અનેક માંઓએ પોતાના દીકરા ગુમાવવા ન પડ્યા હોય. તમારા બાળકોને ખોટું પ્રોત્સાહન આપવાનું બંધ કરો કારણ કે એમની એક નાની ભૂલ ઘણા બધા પરિવારને બર્બાદ કરી દેતા હોય છે. માં બાપની સૌથી મોટી ભૂલ છે કે એ પોતાના નબીરા પર લગામ કસવાનું ભૂલી ગયા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?