ગુજરાતના ગરબા વિશ્વ પ્રખ્યાત છે. જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ત્યાં વાર તહેવારે ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રસંગ હોય અને તેમાં ગરબા ન થાય તો તે પ્રસંગ અધૂરો લાગે છે. ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવે છે ત્યારે તેઓ ગરબાના તાલે ઝૂમતા દેખાય છે. મહેમાન ભલેને ગમે તે દેશના હોય પરંતુ ગુજરાતીઓ તેમને ગરબાના તાલે ઘૂમાવતા હોય છે.
જી-20 સમિટમાં ભાગ લેવા વિદેશથી આવી રહ્યા છે મહેમાન
હાલ ભારતમાં જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાઓ પર આની મીટિંગોનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જી 20ની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમિટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો ભારત આવી રહ્યા છે. ગુજરાતની પણ મુલાકાત પણ લઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે WHOના વડા પણ હાજર હતા.
પીએમ મોદીએ ટ્વિટ કર્યો ગરબે ઘૂમતા WHOના વડાનો વીડિયો
ગાંધીનગર આવેલા ડબલ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસીસ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ગરબે ગુમતા ડો.નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, ‘મારા મિત્ર તુલસીભાઈ નવરાત્રિ માટે તૈયારી કરીને આવ્યા છે. ભારતમાં તેમનું સ્વાગત છે.’મહત્વનું છે કે કોઈ પણ મહેમાન ગુજરાતની મુલાકાતે આવે છે તે ગરબે કરતા જોવા મળતા હોય છે.
જી-20ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે વડા
ટેડ્રોસ ગુજરાતના ગાંધીનગરમાં બે દિવસીય ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં સામેલ થવા માટે ગઈ કાલે સવારે ભારત પહોંચ્યા હતા. G20 આરોગ્ય મંત્રી સ્તરની બેઠક સાથે આ સમિટ યોજાશે, તે એવિડન્સ અને લર્નિંગ, ડેટા અને નિયમન, જૈવવિવિધતા અને નવીનતા અને ડિજિટલ સ્વાસ્થ્યની મુખ્ય થીમ્સ પર કેન્દ્રિત છે. પણ એ બધું ઠીક પણ ગુજરાત આવ્યા એટલે ગરબા તો કરવા જ પડે એમ whoના વડા પણ ગરબાના તાલે તાલે મિલાવ્યો!