આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે આર્ટ ઓફ લિવિંગ સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે જેને હર ઘર ધ્યાન અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે.
15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે અભિયાન
આપણી હિંદુ સંસ્કૃતિમાં યોગને અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં લોકો ધ્યાનનો સહારો લઈ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખતા હતા. જ્યારે આજકાલના લોકો માનસિક સ્વાસ્થયને લઈ એકદમ લાપરવાહ થઈ ગયા છે. જેને કારણે જલ્દીથી લોકો ડિપ્રેશનના શિકાર થઈ જાય છે. વધતી ચિંતાની અસર સમાજ પર પણ દેખાય છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ 2023 સુધી હર ઘર ધ્યાન અભિયાન ચલાવવામાં આવશે.
આર્ટ ઓફ લિવિંગની સાથે મંત્રાલયે બનાવી છે યોજના
સંસ્કૃતિ મંત્રાલયે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ સાથે કોલાબરેશન કર્યું છે. જેને કારણે આ અભિયાન દેશભરમાં ચાલશે.આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે. હર ઘર તિરંગા અભિયાનને મળેલા જનસમર્થનને જોઈને મંત્રાલયે આ અભિયાનની શરૂઆત કરી છે. મંત્રાલયનું માનવું છે કે આ અભિયાન ચલાવવાથી ડિપ્રેશનમાં જતા લોકો અટકી જશે અને માનસિક તણાવનો ઓછો અનુભવ કરશે. આ યોજનામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.