મોદી અટક બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટ આજે સંભળાવશે પોતાનો નિર્ણય, રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો આજે થશે ફેસલો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-07 11:06:07

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા હતા. સુરત કોર્ટ દ્વારા આપેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. જેનો ચૂકાદો આજે સંભળાવવામાં આવશે.  ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલ બે વર્ષની સજાના કારણે રાહુલ ગાંધીએ સંસદ સભ્ય પદ ગુમાવ્યું હતું. મહત્વનું છે કે હાઈકોર્ટમાં ચાલતા ઉનાળા વેકેશનને કારણે આ ચૂકાદો મોડો સંભળાવવામાં આવી રહ્યો છે. 


અભિષેક મનુ સિંઘવીએ કરી હતી દલીલ

રાહુલ ગાંધી વતી હાઈકોર્ટમાં હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ આ કેસને અનુરૂપ જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંક્યા હતા. તેમણે દલીલ કરતા કહ્યું હતું કે વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે, પણ એ આ ફરિયાદનો કોન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓની સામે વન બાય વન સિંઘવીએ દલીલો કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈનું મન દુભાયું નહિ, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિને જ દુઃખ થયું. રાહુલ ગાંધી સાંસદ હોવાથી તેમને નુકસાશન થઈ રહ્યું છે. સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.


શું હતો સમગ્ર મામલો?

જો મોદી સરનેમ કેસની વાત કરીએ તો કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો અને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. એની સામે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધી તરફથી સ્ટે માગતી રિવિઝન અરજી કરી હતી. જેની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાંકરવામાં આવી હતી. આ મામલે સિનિયર કાઉન્સિલ તરીકે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો.  મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય રહેલું છે! 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...