ગોંડલમાં બે જર્જરીત બ્રિજના સમારકામ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-03 15:48:45

રાજ્યના ખખડધજ પુલોને લઈ ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થતા હાઈકોર્ટ રાજ્યના અન્ય જર્જરીત પુલોને મામલે સરકારને ફટકાર લગાવી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલા છે અને 100થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની હાલતને લઈને યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે વધુ સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. 


125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી 


ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો થયો છે. ગોંડલના 2 સદી જૂના બ્રિજોની મરામતમાં અધિકારીઓની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. માનવ જીવનને હાની થાય તે પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહિ તેવી હાઈકોર્ટે ઝાટકાણી કાઢી હતી. બ્રિજ બંધ કરી શકાય તેવી સ્થતિ નહીં હોવાની રજૂઆત નગરપાલિકાએ કરી તેની કોર્ટે નોંધ લીધી હતી. નગરપાલિકાએ એક વર્ષ પહેલા જાણ કરવા છતા રાજ્ય સરકારે કોઈ અસરકારક પગલાં ન લેતા અંતે આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ ઐતિહાસિક બ્રિજની હાલત ખરાબ હોવાની કબૂલાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી.


એક્સપર્ટ કમિટીએ આપ્યો આ ઓપિનિયન  


રાજ્ય સરકારે મંગાવેલા એક્સપર્ટ ઓપિનિયન મામલે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવા પણ દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે બ્રિજ પર થી માત્ર ટુ વ્હીલર માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવે એવી ભલામણ કમિટિએ રજૂ કરી હતી. હેરિટેજ બ્રિજને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સમારકામની જરૂર હોવાનો એક્સપર્ટ ઓપીનીયન રિપોર્ટ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જે મુજબ સમારકામ બાદ પણ દર 15 દિવસે સમયાંતરે બ્રિજનું ચેકિંગ કરવા પણ કમિટીનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ ગુજરાત હાઇકોર્ટે બ્રિજ મામલે રાજ્ય સરકાર પાસે એક્સપર્ટ ઓપિનિયન મંગાવ્યો હતો. ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?