ગુજરાત સરકારે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપતા જણાવ્યું છે કે ટેટ-2ની વિદ્યાસહાયક તરીકે નોકરી કરવા માટે હવે બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીને માન્ય ડીગ્રી ગણવામાં આવશે.
પ્રતિકાત્મક ફોટો
અનેક રજૂઆતો મળતા કરાયો બદલાવ
અગાઉ ટેટ-2 વિદ્યા સહાયક માટે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ન હતી. વિદ્યાસહાયકોની અનેક રજૂઆતો બાદ ભરતીની લાયકામાં બદલાવ કરવામાં આવ્યા છે. વિદ્યાસહાયક અરજદારોની માગણીને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન બહાર પાડીને જાણકારી આપી છે કે ટેટ-2 માટે બીફાર્મ અને એમફાર્મ માન્ય ડીગ્રી ગણાશે.
હવેથી આ ડીગ્રી માન્ય ગણાશે
સરકારી નોકરી કરવા માટે ટેટ-1, ટેટ-2ની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. ધોરણ 1થી 5 સુધીના શિક્ષક બનવું હોય તો TET-1ની પરીક્ષા આપવી પડે છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા આપવી પડે છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને કારણે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ગણવામાં આવશે.