વિશ્વમાં કોરોનાનો હાહાકાર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં સૌથી વધારે દેશ નોંધાયા છે. માત્ર કેરળમાં એક્ટિવ કેસ 2000ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 કેસ સામે આવ્યા છે. ચાર લોકોના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. દેશના 17 રાજ્યોમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. સૌથી વધારે કેસ કેરળથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 266 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, કર્ણાટકમં 70 કેસ, મહારાષ્ટ્રમાં 15 જ્યારે ગુજરાતમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે.
કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો
2019માં કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થયા હતા. એક સમય આવ્યો જ્યારે એવું લાગતું હતું કે કોરોના જતો રહ્યો છે. લોકો બિન્દાસ્ત બનીને ફરતા હતા પરંતુ કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા સમયથી પ્રતિદિન 200થી 400 વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં સૌથી વધારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે.
રાજ્યમાં વધુ 12 કેસ નોંધાયા
ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા માત્ર બે કેસ કોરોનાના ગુજરાતમાંથી સામે આવ્યા હતા પરંતુ હવે તો ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. પરમદિવસે અમદાવાદના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ગઈકાલે પણ કોરોના કેસ સામે આવતા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 આસપાસ પહોંચવા આવી છે. આજે કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે.
ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર!
કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હોસ્પિટલોની સુવિધા કરવામાં આવી રહી છે. જો શક્ય હોય તો ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે શિયાળાના સમયમાં લોકોને ખાંસી તેમજ ઉધરસ રહેતો હોય છે. ત્યારે કોરોના થવાની સંભાવના વધારે રહેતી હોય છે. કોરોના કેસ વધતા ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.