વિશ્વમાં ફરી એક વખત કોરોના માથુ ઉંચકી રહ્યું છે. દુનિયાભરના દેશોમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં દુનિયામાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 30 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશોમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે.
ન્યુયર બાદ વધ્યા કોરોના કેસ
એક તરફ જ્યાં દુનિયાને લાગતું હતું કે કોરોના ધીરે ધીરે ઘટી રહ્યું છે ત્યારે કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે. દુનિયાભરમાં કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે વિશ્વભરના દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. ન્યુયરના સેલીબ્રેશન બાદ એકાએક કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
10 લાખ જેટલા લોકો થયા કોરોના સંક્રમિત
વર્લ્ડમીટર્સના રિપોર્ટના આધારે છેલ્લા સાત દિવસોમાં વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધડખમ વધારો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયામાં 30 લાખથી વધુ કેસ દુનિયાભરથી સામે આવ્યા છે. જ્યારે 10 હજાર જેટલા લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જ્યારે 25 લાખ જેટલા લોકોએ કોરોનાને માત આપી છે.
જાપાનમાં પણ વધ્યા કોરોના કેસ
ચીનમાં તો કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે પરંતુ જાપાનમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. માત્ર જાપાનમાં છેલ્લા અઠવાડિયામાં 10 લાખ કેસ નોંધાયા છે. એ સિવાય સાઉથ કોરિયામાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે. અંદાજીત દોઢ લાખથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. કોરોના કેસ વધતા અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે.