રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ બેથી ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બાળકી ઘાયલ થઈ હતી. બાળકીના શરીર પર 30થી વધુ વખત કૂતરાઓએ બચકા ભર્યા હતા. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈ કાલ રાત્રે બાળકીનું મોત થઈ ગયું હતું.
બાળકીને શ્વાનોએ ભર્યા 30થી 40 બચકા
રાજ્યમાં રખડતા પશુ તેમજ શેરી કૂતારો દ્વારા કરવામાં આવતા હુમલાની સંખ્યામાં વધારો થયો છે. હુમલો થવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. 15 દિવસની અંદર 477 જેટલા કેસ કૂતરા કરડવાના સામે આવ્યા હતા. નાના બાળકો શેરી કૂતારાના હુમલાનો ભોગ બની રહ્યા છે. કૂતરાઓ બાળકો પર હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાગસ્ત કરે છે.
સારવાર દરમિયાન બાળકીનું થયું મોત
બાળકીની મોત કૂતરા કરડવાને થયું છે તેવો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા ખજોદમાં બે ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીના શરીર 30 થી 40 બચકા ભર્યા હોવાના નિશાન પણ મળ્યા હતા. ગંભીર રીતે બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
રાજ્યમાં સતત વધી રહ્યા છે શ્વાનના હુમલા કરવાના કિસ્સા
શ્વાનના હુમલાથી જે બાળકીનું મોત થયું છે તે પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો હતો. ખુલ્લામાં બાળકી રમી રહી હતી. જ્યાં બાળકી પર હુમલો થયો તેની નજીકમાં મહાનગરપાલિકાનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે. કૂતરાનો ત્રાસ ન માત્ર સુરતમાં પરંતુ સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ અંગે કોઈ પગલાં લેવાય તેવી લોકોને આશા છે.