શનિવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજને વંદનીય અને પૂજનીય માનવામાં આવે છે. ત્યારે રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજ અંગે ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા.
શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા - રાજ્યપાલ કોશ્યારી
પોતાના નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે જ્યારે તેઓ સ્કુલમાં ભણતા હતા તે સમયે જો કોઈ અમારા આદર્શ વિશે પૂછતા તો અમે જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ. અથવા તો મહાત્મા ગાંધીને પસંદ કરતા અને તેમના નામ જણાવતા. પરંતુ આજકાલની જનરેશનને દુર જવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાંથી જ અનેક પસંદગીગા નેતાઓ મળી રહેશે. શિવાજી જૂના જમાનાના આદર્શ હતા નવા યુગમાં ડો.આંબેડકરથી નીતિન ગડકરી સુધીના તમામ અહીં જ મળી રહેશે.
Maharashtra | BJP should apologize & remove the Governor from here after this insult. The Governor should himself resign: Shiv Sena MP Sanjay Raut https://t.co/vCYqmPezDp pic.twitter.com/ocCcUmws83
— ANI (@ANI) November 20, 2022
આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી
ઔરંગાબાદના બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટિમાં આયોજીત પદવીદાન સમારોહમાં રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને શરદ પવારને માનદ ઉપાધીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી છે.