વિકાસ બિકાસ છોડો રામ રામ કરો...!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:39:24

ભાજપ પોતાના એજન્ડાવાળી લાઇનથી આગળ વધીને બહુ દુર જઇ શકે એમ નથી.અને એ જ કારણ રહ્યું છે કે 1980થી આજ દીન સુધી ભાજપને મળેલા વિજય અને વધતા આંકડાઓ માટે માત્ર કામે લાગ્યું છે હિન્દુત્વ...હવે જાણીએ એક પછી એક દાખલાઓ સાથે ભાજપનું વધતું કદ અને ભગવાન રામના આશીર્વાદની આખી રાજકીય કહાની જાણીએ પણ પહેલા એ જાણી લો કે આ વખતે પણ હિન્દુત્વ અને ભગવો ધ્વજ જ ભાજપનું બ્રહ્માસ્ત્ર છે.અને આ વાતની સાબિતી આપે છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઘટતી ઘટનાઓ...નેતાઓના નિવેદનો અને ભાજપને દોડવા માટે મળતો ઢાળ...જે કોઇ માત્ર ભાજપની જ પીચ ગણાય છે


01 ) નવરાત્રિમાં ગરબા પર થયેલા પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં સરભરા

“શું પથ્થર મારનારાઓના જ માનવઅધિકારો હોય છે..જે માર ખાય છે એના કોઇ જ અધિકારો નથી હોતા? શું આપણે આપણા ગામના ચોકમાં ગરબા પણ ન રમી શકીએ” : હર્ષ સંઘવી,ગૃહરાજ્યમંત્રી


02 ) દ્રારકા અને પોરબંદરમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા : 

“ ઓખાથી બેટ દ્વારકા જતી 90 ટકા બેટ મુસ્લિમ સમુદાયની,હિન્દુ તહેવારોમાં બોટ માલિકો 4 ઘણું ભાડું વસુલે છે,જેથી હિન્દુ પૌરાણિક મંદિરોમાં દર્શન કરવા ન જઇ શકે,મુસ્લિમોના ગેરકાયદે દબાણો પર જાણકારી પણ ન મળે.બેટ દ્વારકામાં હિન્દુ દીકરીઓને લવ જેહાદ હેઠળ ફસાવાય છે” : પૂર્ણેશ મોદી,કેબિનેટ મંત્રી


03 )  “મૃદુ અને મક્કર આપણા મુખ્યમંત્રીએ સમુદ્ર કિનારેથી ગેરકાયદે બાંધકામો ચુપચાપ અને સફાચટ કરી દીધા” : નરેન્દ્ર મોદી,પ્રધાનમંત્રી


04 ) દિલ્હીમાં કેજરીવાલ સરકારના મંત્રીએ ધર્માંતરણના કાર્યક્રમમાં હાજરી આપી


કેજરીવાલ અને તેમની પાર્ટી ગુજરાતમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બોલે છે અને ધંધા છે ધર્મપરીવર્તનના,કેજરીવાલ નકલી હિન્દુ છે : ભાજપ


“હું રામ અને કૃષ્ણને માનીશ નહીં,હું શિવ અને શક્તિને કે કોઇ હિન્દુ દેવી દેવતાને માનીશ નહીં” આવા લખાણોવાળા બેનરો તો તમે જોયા જ હશે.શહેરથી લઇને તાલુકાઓ અને જિલ્લા મથકો પર આ પોસ્ટર ભાજપ સમર્થિત લોકોએ લગાવ્યા છે...


હવે એનો સીધો મતલબ છે કે ભાજપની આ પીચ પર તેઓ અણનમ છે..આમાં ન તો કોંગ્રેસ ફાવે છે.કે ન કોઇ પણ સ્થાનિક રાજકીય પાર્ટીઓ પણ..અને એટલા જ માટે આ બ્રહ્માસ્ત્રથી ભાજપે દરેક ચૂંટણીઓમાં વિરોધીઓના ખેલ ઊંધા કર્યા..




1995માં કેશુભાઇ પટેલની સરકાર

1992માં થયેલ બાબરી ધ્વંશ,કાર સેવકોના મોત અને કોમી રમખાણો વચ્ચે ભાજપ પોતાની પોલીટિકલ લેબોરેટરી ગણતા ગુજરાતમાં સારૂં પરફોર્મ કરી લે છે.અને ઉજળી કોમમાંથી હિન્દુઓની પાર્ટી એવી માનસિકતા ધીરે ધીરે ગુજરાતના લોકોમાં સેટ થવા માંડે છે.અને પરિણામે 121 બેઠકો પર ભાજપની જીત થાય છે.


2002માં નરેન્દ્ર મોદીની સરકાર

2002માં સાબરમતીના એસ 6 ડબ્બામાં ગોધરા રેલવે સ્ટેશન પર આગ લાગે છે..અને 58 કાર સેવકોના મોત થાય છે..અને ત્યાર બાદ આખું રાજ્ય કોમી રમખાણોની આગમાં હોમાય છે.અને પછી હિન્દુ સેન્ટીમેન્ટના આધારે ગુજરાતમાં ભાજપની સરકાર બની જાય છે.અને 127 બેઠકો સાથે અત્યાર સુધીનો ભાજપનો પોતાનો અતૂટ રેકોર્ડ બન્યો..


2007માં ફરી નરેન્દ્ર મોદીની સરકાર

આ વખતે હિન્દુ હદય સમ્રાટ તરીકેની નવી ઇમેજ બનાવી ચુકેલા નરેન્દ્ર મોદી પ્રત્યેની સહાનુભૂતિનું મોજુ હતું.કારણ એ હતું કે નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવેલા 4 લોકોનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું..અને ત્યાર બાદ સૌરાબુદ્દિનનું એન્કાઉન્ટર થયું...અને જૂવાળ ચાલ્યો કે નરેન્દ્ર મોદીની હત્યા પાકિસ્તાન આતંકીઓ પાસે કરાવવા માગે છે...અને સોનિયા ગાંધીએ એ વખતે મોતના સોદાગર કહીને મોદીને સંબોધ્યા..જેનો ભાજપે ખૂબ ઉપયોગ કર્યો...અને પરિણામ આવ્યું 182માંથી 117 બેઠકો પર વિજય...


2012માં ભાજપ અને નરેન્દ્ર મોદીની જીતની હેટ્રીક

વિકાસ ખૂબ ચર્ચામાં રહ્યો...રોડ રસ્તાઓની સાથે 108ની એમ્બ્યુલન્સની સેવા ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓએ મેદાનમાં લાવી..અને ત્યાર બાદ મોદીની સદભાવના સભા અને ઉપવાસ ચાલ્યા..અને આ જ ઉપવાસમાં એક ઘટના એવી બની કે જે હિન્દુવાદી લોકોના દિલ જીતી ગઇ..મોદીએ એક મુસ્લિમ સંપ્રદાયના અગ્રણીએને તેમની ટોપી પહેરવાની ના પાડી દીધી..કદાચ મોદી અડવાણીની પાકિસ્તાનમાં મહોમ્મદ અલી ઝીણાની મઝાર પર માથું ટેકવા અને લીલી ટોપી પહેરવાના નુકસાનને જાણતા હતા..અને બાદમાં આ વાત કટ્ટર હિન્દુવાદી મતદારોને ખૂબ ગણી..સાથે જ દેશમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારના નેતાઓ દ્વારામાં વારંવાર નિવેદનો આવતા...જેમાં માલેગાવ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞાની સંડોવણી...અને કર્નલ પુરોહિતની સેના સામે બગાવતના આરોપોમાં કોંગ્રેસી નેતાઓના ભગવા આતંકવાદ જેવા નિવેદનો ભાજપને સીધો ફાયદો કરાવતા રહ્યા....અને પરિણામ આવ્યું 182માંથી 116 બેઠકો


2017માં ફરી ભાજપની સરકાર 

ગુજરાતમાં જૂદા જૂદા ચાલતા 3 સામાજીક આંદોલનો...અને કોંગ્રેસને અઢી દાયકા બાદ મળેલો સૌથી વધુ ફાયદો એ વિકાસ વર્સીસ એન્ટીઇન્કમબન્સીના કારણે હતો...પાટીદારોએ ભાજપને ડરાવી અને પછી જીતાડી પણ ખરા...જે જગ્યાઓ આંદોલનના એપિસેન્ટર હતા જેવા કે મહેસાણા અને સુરત એ બન્ને જગ્યાઓ પર ભાજપે જ જીત મેળવી હતી...એનો મતલબ એ થયો કે સમાજીક બંધનોથી ઉપર જઇને લોકોએ વિકાસના કામોની નોધ તો લીધી...સાથે ભાજપ મતલબ હિન્દુઓની પાર્ટી એવો જે છુપું પણ મત આપવાનું કારણ સમજી રાખ્યું હતું તેનો અમલ કર્યો...અને 99 બેઠકો પર સીમટાઇ પણ જીતી તો ભાજપ જ....


હવે 2022માં પણ હિન્દુત્વનો પ્રખર રાગ...

ભાજપે આ છેલ્લી ઘડીનું હથિયાર આ વખતે અત્યારથી ઉગામી દીધું છે...ગણિત જે પણ હોય આમ આદમી પાર્ટીની જ ચર્ચાઓ થતી રહે...કોંગ્રેસ ક્યાંય ચર્ચામાં ન રાખવામાં આવે...અને કોંગ્રેસની સ્થાપિત વોટબેંકમાં ગાબડું પડે..જેનો સીધો ફાયદો ભાજપને થાય...અને એ જ એક કારણ છે કે કોંગ્રેસના નામ સાથે જામકંડોરણાના મંચ પરથી પ્રધાનમંત્રી મોદી કહે છે કે કોંગ્રેસ ક્યાંય ચર્ચામાં નથી એવું ન માનતા...એ નવી ચાલ ચાલી રહ્યા છે...અને મને ગાળો બોલવાનો કોન્ટ્રાક્ટ આ વખતે બીજાને આપ્યો છે...હજુ તો ચૂંટણીને થોડી વાર છે...આવા તો અનેક અસ્ત્ર શસ્ત્ર આવી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?