ગુજરાતી ભાષાને બચાવવા સરકારનો પ્રયાસ, ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું કરાયું ફરજિયાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-22 16:37:15

ગુજરાતની શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવામાં આવશે તે અંગેનું બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધીના ધોરણોમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેને દંડ ફટકારવામાં આવશે. ગુજરાતી ભાષાને બચાવવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. 

gujarat Vidhansabha


ફરજિયાત પણે શાળામાં ભણાવવી પડશે ગુજરાતી ભાષા 

દરેક રાજ્યની પોતાની અલગ અલગ બોલી તેમજ ભાષા હોય છે. તેમની માતૃભાષા તેમની ઓળખ હોય છે. ત્યારે ગુજરાતની ભાષા ગુજરાતી છે. પરંતુ અનેક લોકોને ગુજરાતી બોલવામાં અને વાંચવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર આવનાર દિવસમાં એક બિલ લાવવા જઈ રહી છે જેમાં ધોરણ 1થી ધો. 8માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે. અને જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવવતી તેને દંડ ફટકારવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. આ નિયમમાં રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઈન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.  


28 ફેબ્રુઆરીના રોજ બિલ રજૂ કરાશે 

રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં ધો. 1-8મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્સ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે. ગુજરાત ભાષા ફરજિયાત ધોરણ 1થી ધોરણ 8 માટેનું બિલ આવશે.


વિધાનસભામાં ત્રણ બિલ કરાશે રજૂ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સંદર્ભે બિલ લાવી રહ્યા છીએ. ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામાં આવશે. તે સિવાય પેપર લીક તથા ઈમ્પેક્ટ ફી અંગે બિલ લાવવામાં આવશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?