સ્માર્ટ મીટરનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે.. સ્માર્ટ મીટરને લઈ હોબાળો પણ થઈ રહ્યો છે, અનેક વીડિયો આપણી સામે છે.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને સ્માર્ટ મીટરનું ચેકિંગ કરવામાં આવશે..
સ્માર્ટ મીટર અંગે થયેલી ગેરસમજને દૂર કરવા સરકારના પ્રયત્નો
છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ લોકો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.. સ્માર્ટ મીટરનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે.. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે.. સ્માર્ટ મીટર પણ જેમ મોબાઈલ કામ કરે છે તેમ કામ કરે છે.. પહેલા રિચાર્જ કરવાનું અને પછી વાપરવાનું... કયા કલાકમાં કેટલા યુનિટ કન્ઝ્યુમ થઈ તે અંગેની માહિતી મળી શકે છે.. સ્માર્ટ મીટર માટે થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સરકારી કચેરીઓમાં લાગશે સ્માર્ટ મીટર
ગઈકાલે એવી માહિતી સામે આવી હતી કે જૂનું મીટર પણ સ્માર્ટ મીટરની સાથે રાખવામાં આવશે જેને લઈ લોકોમાં વિશ્વાસ બેસે અને આજે એવી માહિતી સામે આવી છે કે સરકારી કચેરીઓમાં હવે સ્માર્ટ મીટર લાગશે... તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.. ઓફિસોમાં મીટર લગાવીને ટેસ્ટ કરવામાં આવશે...જો આ પ્રયોગ સફળ થશે તો ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે... ઉર્જા વિભાગના એમડી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે કોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં.. કોઈને સ્માર્ટ મીટર મામલે જબરદસ્તી કરવામાં આવશે નહીં..