દિવાળી સમયે મોરબીમાં પુલ તૂટવાની હોનારત સર્જાઈ હતી. જેમાં અંદાજે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ હોનારતને અનેક મહિના વિતી ગયા છે જે બાદ સરકારે નિર્ણય કર્યો છે. કોર્ટે આપેલા નિર્દેશોનું પાલન કરવાની શરૂઆત કરી દીધી છે. પુલોના ઈન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત પુલોને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.
તહેવારની ઉજવણી ફેરવાઈ હતી માતમમાં
રાજાશાહી વર્ષો પહેલા બનેલો ઝુલતો પુલ રિનોવેશન કર્યા બાદ તૂટી પડ્યો હતો. આ હોનારતને કારણે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. આ દુર્ઘટના બાદ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન હોનારત બની હતી જેને કારણે અનેક પરિવારમાં તહેવારની ઉજવણી માતમમાં બદલાઈ ગઈ હતી.
રાજ્યોમાં પુલોનું કરાશે ઈન્સ્પેક્શન
હાઈકોર્ટની ટકોર બાદ હોનારત થયાના આટલા મહિના બાદ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પુલોનો ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. વધુ રિપેરિંગ માગતા પુલ તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા પુલોને બંધ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે પુલને રિપેરિંગની જરૂરત છે તે પુલોનું રિનોવેશન તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવશે.