વિરોધ વધતા TRB જવાનોની હકાલપટ્ટીના નિર્ણયને સરકારે મોકૂફ રાખ્યો! Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-24 11:04:37

ગુજરાતમાં એક તરફ અનેક લોકો નોકરીની શોધમાં છે તો બીજી તરફ ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સાથે જ ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળ્યો હતો. આંદોલન કરી પોતાનો વિરોધ કર્યો હતો. ગુજરાત સરકાર પણ જાણે તેમના આંદોલન સામે ઝૂકી. આંદોલન વધારે વધે તે પહેલા જ સરકારે ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો.  આ મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.  

રાજ્ય સરકારના નિર્ણયને યુવરાજસિંહે આવકાર્યો 

TRB જવાનો મુદ્દે  ગાંધીનગરમાં ગઈકાલે ગૃહવિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં જ્યારે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા ત્યારે યુવરાજસિંહ ત્યાં તેમના સમર્થનમાં પહોંચ્યા હતા. ટીઆરબીના જવાનોના સમર્થનમાં આવી તેમણે નિવેદન આપ્યું હતું. ટીઆરબી જવાનોના હિતમાં સરકારે નિર્ણય લીધો તે બાદ યુવરાજસિંહે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સરકારને અનેક રજૂઆતો પણ કરી.  


સરકારે ટીઆરબી જવાનો મુદ્દે માર્યો યુ-ટર્ન 

મહત્વનું છે કે સરકારે છુટ્ટા કરવાનો નિર્ણય તો હાલ માટે મોકૂફ રાખ્યો છે પરંતુ અનેક શરતો પણ રાખી છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય. મહત્વનું છે કે રાજ્યમાં ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો મુદ્દો જોરશોરથી ઉઠતા સરકારે યુ-ટર્ન લીધો છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?