મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વાતને સત્તા પક્ષ ભલે ભૂલી ગયા હોય પરંતુ વિપક્ષ આ વાતને ભૂલી નથી. ગુજરાતના પ્રવાસે આવેલા ચિદમ્બરમે આ વાતનો ઉલ્લેખ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે મોરબી બ્રિજ પડવાની ઘટનાએ ગુજરાતના નામને શર્મસાર કર્યું છે. દુ:ખદ વાત એ છે કે પુલ દુર્ઘટના માટે સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ માફી પણ માગી નથી.
મોરબી હોનારતને લઈ કર્યા પ્રહાર
ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા પી.ચિદમ્બરમે ભાજપને આડેહાથ લીધી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકાર તરફથી મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે માફી નથી માગવામાં આવી. ઉપરાંત પોતાની જવાબદારી સમજી કોઈએ રાજીનામું પણ નથી આપ્યું.
ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે - ચિદમ્બરમ
વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે ઘણા સમય પહેલા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. પરંતુ ગુજરાત માટે તારીખ જાહેર નહોતી કરી. જેની પર ચિદમ્બરે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની તારીખો એટલા માટે જાહેર ન થઈ કારણ કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમો બાકી હતા. પી. ચિદમ્બરે કહ્યું કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા નથી ચાલતી. ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે.
જુઓ આ રહી વિકાસની ડંફાસ મારતી ભાજપની સત્ય હકીકત@PChidambaram_IN pic.twitter.com/P47IE7sGtU
— Gujarat Congress (@INCGujarat) November 8, 2022
મોંઘવારી સતત વધી રહી છે
જુઓ આ રહી વિકાસની ડંફાસ મારતી ભાજપની સત્ય હકીકત@PChidambaram_IN pic.twitter.com/P47IE7sGtU
— Gujarat Congress (@INCGujarat) November 8, 2022નેતા હોવાની સાથે સાથે પી. ચિદમ્બર એક અર્થશાસ્ત્રી છે. ગુજરાત પર દેવાની વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ષ 2020-21માં દેવું 298810 કરોડ છે અને આરબીઆઈ મુજબ આ આંકડો 402785 કરોડ છે. મોંઘવારી વધી રહી છે. મોંઘવારીની સાથે સાથે બેરોજગારી દર પણ વધી રહ્યો છે. ગુજરાતમાં 20-24 વર્ષના યુવકોમાં બેરોજગારી દર 12.49 ટકા છે. જ્યાં સુધી સરકાર પર ખતરો નહીં હોય ત્યાં સુધી તે જનતા પ્રત્યે પોતાની જવાબદારી નહીં સમજે.