ગુજરાતમાં ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જ્ઞાનસહાયકનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે સરકારે ડેડલાઈનમાં વધારો કર્યો છે. ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારો કન્ફર્મેશન આપી શક્શે.
12 ઓક્ટોબર સુધી ઉમેદવારો આપી શક્શે કન્ફર્મેશન
કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત અને અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા કરવામાં આવતા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે. ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે વધતા વિરોધને જોતા સરકાર કદાચ જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરી દેશે પરંતુ સરકાર પોતાની વાત પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે. જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શક્શે.
રાજકીય પાર્ટીઓ આવી છે ઉમેદવારોના સમર્થનમાં
મહત્વનું છે કે થોડા સમય પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ત્યાં હાજર હતા અને ઉમેદવારો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા. વિપક્ષને ઉમેદવારોનું સમર્થન મળ્યું હતું જેને કારણે લાગતું હતું કે કદાચ સરકાર દ્વારા આ નિર્ણય પાછો લેવામાં આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આની પહેલા પણ ડેડલાઈન લંબાવાઈ છે
આ પહેલી વાર એવું નથી બની રહ્યું કે જ્ઞાનસહાયક માટે ડેટ વધારવામાં આવી હોય આની પહેલા પણ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. પ્રાથમિક વિભાગ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર હતી. જોકે, મુદ્દત પૂર્ણ થવાના દિવસે જ સરકારે તારીખ લંબાવી હતી તો હવે સરકાર અને ઉમેદવારોની આ લડાઈ કયા પહોંચે છે એ જોવાનું રહ્યું!