જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....
આ તારીખો દરમિયાન ભરી શકાશે ઉમેદવારી ફોર્મ!
ગુજરાત સરકાર દ્વારા અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 05/08/2024 ને સોમવાર છે.
જો જ્ઞાનસહાયકની ભરતી થશે તો...
એટલે ફરી અંતે વાત તો ત્યાંની ત્યાં જ આવી કે સરકાર કાયમી ભરતી ક્યારે કરશે? જો જ્ઞાન સહાયકોની સરકાર ભરતી કરશે તો કાયમી શિક્ષકોની ભરતી ક્યાં કરશે? હવે આગળ સરકાર શું કરે છે તેની પર આધાર રહ્યો છે.. સવાલો અનેક છે પરંતુ બાળકોના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેની પર ધ્યાન આપવું પડશે..
કાયમી શિક્ષકોની ભરતીની વાત થતી હતી, સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું જ્ઞાનસહાયકનું!#Gujarat #AAP #Leader #Permanent #Teachers #GyanSahayak #Notification #Jamawat #Jamawatupdate pic.twitter.com/nCithYyTzR
— Jamawat (@Jamawat3) July 25, 2024