અધિકારીઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓની વાત ન સાંભળતા હોવાની ફરિયાદો મળતા સરકારે લેવો પડ્યો આ નિર્ણય, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-23 14:32:24

ભાજપના ધારાસભ્ય અનેક વખત ફરિયાદ કરતા સંભળાય છે કે અધિકારીઓ તેમના ફોન નથી ઉપાડતા. ચૂંટાયેલા ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં પડતી મુશ્કેલી અંગે અથવા તો કોઈ કોઈ કામથી અધિકારીઓનો સંપર્ક કરવો હોય તો અધિકારીઓ તેમનો ફોન રિસીવ નથી કરતા. જેને કારણે જનપ્રતિનિધિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અવારનવાર આવી ફરિયાદો મળી આવતા આ અંગે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. તે પરિપત્રમાં અધિકારીઓને સાંસદ તેમજ ધારાસભ્યના ફોનને ઉપાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર સેવ રાખવા અને તેમનો ફોન આવે તો તેનો ઉત્તર આપવો તેમજ જો મિસકોલ થઈ જાય તો સામે પ્રતિઉત્તર આપવા આદેશ કરવામાં આવ્યો છે. 

ભાજપના જ ધારાસભ્યો પણ આ અંગે કરે છે ફરિયાદ 

લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે અનેક વખત ધારાસભ્યો કામ કરાવા માટે અધિકારીઓનો સંપર્ક કરતા હોય છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. આપણને એવું લાગતું હોય કે ભાજપના સાંસદો, ધારાસભ્યને આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નહીં હોય. પરંતુ ના, આવી સમસ્યાનો સામનો તો ભાજપના ધારાસભ્યો, સાંસદોને પણ કરવો પડી રહ્યો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધો આ અંગેની ફરિયાદ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભાજપના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ પોતાને પડતી મુશ્કેલી અંગે અધિકારીને રજૂઆત કરવા ફોન કરે ત્યારે તેમનો ફોન અધિકારીઓ નથી ઉપાડતા. ત્યારે આ વાતને લઈ ફરી એક વખત સરકાર દ્વારા પરિપત્ર  બહાર પાડવામાં આવ્યો છે જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ લોકપ્રતિનિધિઓના નંબર સેવ કરવા પડશે. 


અધિકારીઓએ લોકપ્રતિનિધિઓનો નંબર કરવો પડશે સેવ 

જ્યારે સરકારી અધિકારીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનો સંપર્ક કરવા લેન્ડલાઈન નંબર પર ફોન કરે છે ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કામને કારણે તેઓ પોતાની કચેરીમાં હાજર નથી હોતા. ઓફિસમાં ન હોવાને કારણે જ્યારે અધિકારી પોતાની ઓફિસે પહોંચે છે તે તો તેમની રજૂઆત અથવા તો ફોન આવ્યો છે તેની માહિતી અધિકારી સુધી નથી પહોંચતી. ત્યારે સરકારે આદેશ કર્યો છે કે સાંસદો, ધારાસભ્ય, જિલ્લા તેમજ  તુાલકા પંચાયતના પ્રમુખોનો તેમજ મેયર સહિતના પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે. જો સંગોજોવસાત ફોન નથી ઉપાડાઈ શકાતો તો કોલ બેક કરીને પણ સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. જો અધિકારી હાજર નથી તો પણ તેમની નીચે રહેલા અધિકારીઓએ ફોન અંગે નોંધ લેવી પડશે અને અધિકારીને માહિતગાર કરવા પડશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...