સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતી AMTS બસોનું ભાડું નથી ચૂકવતી સરકાર! સરકારે આટલા કરોડ ચૂકવાના બાકી છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-19 10:56:21

જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે લોકોને સભા સ્થળ પર લાવવા લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે એએમટીએસ બસને ફાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. સ્પેશિયલ વર્ધી માટે બસ તો લાવવામાં આવે છે પરંતુ જ્યારે બસનું ભાડુ ચૂકવવાની વાત આવે ત્યારે તે પૈસા ચૂકવવામાં આવતા નથી! વિવિધ સરકારી કાર્યક્રમો માટે કુલ 5072 સ્પેશિયલ વર્ધીની બસ લેવામાં આવી હતી જેનો અંદાજ ખર્ચ 3 કરોડ 10 લાખ જેટલું બિલ થાય છે. હવે 3 કરોડ 10 લાખની રકમ હવે એએમસી દ્વારા એએમટીએસને લોન જમા ખર્ચી પેટે આપવામાં આવે તેવી વિનંતી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. 


સામાન્ય માણસોને પડે છે હાલાકી  

જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે એએમટીએસ બસને ફાળવવામાં આવે છે. સ્પેશિયલ બસની ફાળવણી કરવામાં આવતા રેગ્યુલર જે બસ દોડતી હોય છે તેની ફ્રિક્વન્સી ઘટાડવામાં આવતી હોય છે. હાલ એએમટીએસ પાસે 600 બસ છે અને તે પૈકી 40થી 50 ટકા જેટલી બસ ફાળવવામાં આવતી હોવાને કારણે રેગ્યુલર બસની ફ્રિક્વન્સી ઘટતી હોય છે જેને કારણે સામાન્ય માણસને તકલીફ પડતી હોય છે. શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 2020થી 2022 દરમિયાન એએમટીએસના 1525 બસ ફાળવવામાં આવી હતી. 3 કરોડ 10 લાખ જેટલું બિલ સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવ્યું. 


કયા કાર્યક્રમમાં સૌથી વધારે ખર્ચ બસોનો થયો?

સરકારી કાર્યક્રમો માટે ફાળવવામાં આવેલી બસ વર્ધીના નીતિ-નિયમો મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યા છે. તારીખ એક એપ્રિલ 2021થી તા.31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં રૂપિયા 3,10,45,250ની રકમ એએમસી દ્વારા એએમટીએસને આપેલી લોન પેટે જમા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે 1 કરોડ 33 લાખ જેટલો ખર્ચ તો સરકારના પાંચ મોટા કાર્યક્રમોમાં થયો છે. આ કાર્યક્રમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમ, શ્રી વંદે ગુજરાત વિકાસ યાત્રા, ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા લોકાર્પણ, મોરેશિયસ પીએમ રોડ શો, તેમજ યુકે, પીએમ રોડ શોમાં વધારે બસો ફાળવવામાં આવી છે અને એ બસોનું ભાડું 1 કરોડ 33 લાખ જેટલું થાય છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?