પોલીસ કર્મીઓનો ગ્રેડ પે સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. ગુજરાત સરકારે ટૂંક સમય પહેલા જ પોલીસ વિભાગ માટે ભથ્થું વધારી દેવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી દીધી હતી કે ગ્રેડ-પે તો વધારવામાં જ નહીં આવે. આ વિવાદ શમ્યો નથી ને નવો વિવાદ સર્જાયો જે કર્મચારીઓને બાંહેધરી પત્રક ભરાવાનો હુકુમ કર્યો જેનાથી આગમાં ઘી હોમવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારે પોલીસ કર્મચારીઓને એફિડેવિટમાં સહી કરાવાની જવાબદારી IPS અધિકારીને સોપી છે. 3 દિવસ થઈ ગયા હોવા છતાં પણ 50 ટકા કર્મચારીઓએ સહી ન કરીને વિરોધ નોંધાવ્યો છે. કચ્છમાં તો 90 ટકા પોલીસ કર્મચારીઓએ સહી ન કરીને વિરોધ નોંધાવ્યો છે. પોલીસકર્મીઓનું કહેવું છે કે, સરકાર અમારા કાંડા કાપવા માંગે છે. બાંહેધરી પત્રકમાં જો પોલીસ કર્મીઓ સહી કરી દે તો ભવિષ્યમાં તેઓ પગાર મામલે આંદોલન નહીં કરી શકે.
ગ્રેડ પે બાદ બાહેંધરી પત્રકથી પોલીસ કર્મચારીઓ ઉકળ્યા?
ગુજરાત પોલીસને ગ્રેડ–પેના બદલે અપાયેલા જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળના પગાર વધારા ભથ્થા સામે આમતો મહત્તમ પોલીસ કર્મીઓમાં નારાજગી જેવું છે. સોશિયલ મીડિયામાં તો કયાંક સૌ એકત્રિત થાય ત્યાં મૌખિક ચર્ચા સાથે વિરોધ દેખાઈ રહ્યો છે. આ જાહેર સુરક્ષા પ્રોત્સાહન માટે પણ પોલીસને બાંહેધરી પત્ર આપવાનું જેના કારણે બળતામાં ઘી હોમવાની માફક વધુ ઉકળાટ ઉદભવતો દેખાઈ રહ્યો છે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે છતાં પોલીસ કર્મીઓ દ્વારા એફિડેવિટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
રાજ્યભરમાં પોલીસ દ્રારા અગાઉ ગ્રેડ–પે મામલે વિરોધ નોંધાવ્યો હતો. ઘણી જગ્યાએ જાહેરમાં વિરોધ પ્રદર્શન થતાં કેટલાંક પોલીસ કર્મી પર એકશન પણ લેવાઈ હતી. કયાંક વિરોધ પ્રદર્શનને લઈને ગુનાઓ પણ નોંધાયા હતા. સરકાર દ્રારા પોલીસની માગણી, વિરોધ સમેટવા માટે સરકારે ગત માસે ગ્રેડ–પેના બદલે જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઈ અને એલઆરડીથી એએસઆઈ સુધીના પગાર વધારે 4500 કે તેથી વધુ રકમ ન અપાય, પોલીસે ડિસીપ્લિન ફોર્સ હોવાથી ગ્રેડ–પેના બદલે આ નવા નામ હેઠળનો વધારો સ્વીકારવા પણ મન મનાવી લીધું હતું પરંતુ તેઓ બાંહેધરી પત્રકમાં સહી કરવા તૈયાર નથી.