રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકોએ રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવ્યો છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે રખડતા ઢોર મામલે અનેક વખત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવા આદેશ આપ્યા હતા. પરંતુ પરસ્થિતિ ઠેરની ઠેર હતી. ત્યારે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકારે રખડતા ઢોર મામલે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો બનાવ્યા છે. નવા નિયમો અનુસાર મનપા અને નપામાં જો ઢોર રાખવા હશે તો પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે રસ્તા પર રખડતા ઢોર દેખાશે તો પશુપાલક પાસેથી દંડ વસૂલવામાં આવશે.
સરકારે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા જાહેર કરી માર્ગદર્શિકા
રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહ્યો છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વાહનચાલકો તેમજ રાહદારીઓ અનેક વખત રખડતાં પશુઓનો ભોગ બનતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરના આતંકને શાંત કરવા માટે હાઈકોર્ટે અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે. નવી ગાઈડલાઈન્સ પશુપાલકો માટે જાહેર કરી છે. સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. જો રજિસ્ટ્રેશન કરાયા વગરના ઢોર રસ્તા પર હશે તો પશુ પાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
રખડતા ઢોરનું કરવામાં આવશે ટેગિંગ
સરકારની નવી માર્ગદર્શિકા હેઠળ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓ પર ટેગ લગાવવો પડશે. જો રસ્તા પર રખડતા ઢોર પકડાશે તો દંડ ભરવો પડશે. જો રસ્તા પર રખડતા પશુ દેખાશે તો પશુપાલકને દંડ ફટકારવામાં આવશે. જ્યાં સુધી જપ્ત કરાયેલા ઢોર સરકારી કબજામાં રહેશે ત્યાં સુધી ઘાસચારા દીઠ તેમને પૈસા આપવાના રહેશે. ઢોરનું રજીસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવવાનું રહેશે. પશુઓની ઓખળ થઈ શકે તે માટે ચીપ અને ટેગ પણ લગાવવા પડશે. અલગ અલગ પશુઓ માટે અલગ અલગ દંડની જોગવાઈ કરવામાં આવી છે.