રાજકુમાર જાટના મૃત્યોનો કેસ હવે દિવસે ને દિવસે વધારે ચર્ચામાં આવે છે અને સાથે જ એના પડઘા ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે જાટ સમાજમાં ભારે રોષ છે અને હવે બે દિવસમાં આ વિરોધ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે.
જયરાજસિંહ જાડેજા સામે રાજસ્થાનમાં વિરોધ
ગોંડલમાં એક યુવક જે UPSCની તૈયારીઓ કરતો હતો અચાનકથી તે ગાયબ થાય છે બાદમાં પિતા ગણેશ ગોંડલ અને જયરાજસિંહ પર આક્ષેપ કરે છે અને બાદમાં એ છોકરાનો મૃતદેહ મળે છે અને જાહેર કરવામાં આવે છે કે એનું મૃત્યુ અકસ્માતમાં થયું છે પરિવારને વિશ્વસ નથી થતો અને પરિવાર અને સમાજ cbiની માંગ કરે છે અને મુદ્દો સંસદમાં ગુંજે છે હવેશું થવાનું છે તો રાજકુમારને ન્યાય અપાવવા માટેનું આંદોલન રસ્તાથી ગૃહ સુધી ચાલુ રહેશે તેવું એડવોકેટ જયંત મુંડે કહ્યું છે તેમને એલાન કર્યું છે કે 31 માર્ચે X પર #JusticeForRajkumar ટ્રેન્ડ કરીશું અને 1 એપ્રિલે રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ કાઢીશું સાથે જ તેમને કહ્યું કે "UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ કેસમાં 27 દિવસ સુધી ઝીરો FIR ન નોંધવી એ ગુજરાત જેવા રાજ્યમાં સ્પષ્ટપણે લોકશાહીની હત્યા છે. આના વિરોધમાં 1 એપ્રિલ, 2025ના રોજ જયપુરના શહીદ સ્મારક ખાતે એક રોષ સભા યોજાશે અને રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશે."
પ્રધાનમંત્રીને પત્ર..
અત્યાર સુધીમાં 25 ધારાસભ્યો અને 4 લોકસભા સાંસદોએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને આ મામલે પોતાની માંગણીઓ રજૂ કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ પણ આ માંગણી કરી છે. રાજસ્થાન વિધાનસભામાં, કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ CBI તપાસની માંગ કરી હતી, જ્યારે લોકસભામાં, હનુમાન બેનીવાલ અને ઉમ્મેદરામ બેનીવાલે ટેબલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાજસ્થાનના કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.