આવતી કાલે ભક્તો માટે ખુલશે કેદારનાથના દ્વાર! ડોલી ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ રહ્યા હાજર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-24 17:10:04

અખાત્રીજના દિવસથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો હતો. ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે જ્યારે આવતી કાલે કેદારનાથના કપાટ ખુલવાના છે. ત્યારે કેદારનાથની ડોલી ઉત્તરાખંડના કેદારનથા ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાનની ડોલી આવી હતી. કેદારનાથ મંદિરના દ્વાર આવતી કાલે ખુલવાના છે જ્યારે બદ્રીનાથ ધામના દ્વાર 27 એપ્રિલે ખુલવાના છે. 

આવતી કાલે કેદારનાથના કપાટ ખુલશે!

ચારધામની યાત્રાને આપણે ત્યાં મહત્વની માનવામાં આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાના દર્શને જતાં હોય છે. ઉત્તરાખંડના ચારધામમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. અખાત્રીજના દિવસે આ યાત્રાની શરૂઆત થઈ હતી. ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખુલી ગયા હતા જ્યારે કેદારનાથના દ્વાર આવતી કાલે ખુલવાના છે. બાબા કેદારનાથની ડોલી ઉત્તરાખંડ પહોંચી હતી જ્યાં લાખો શ્રદ્ધાળુંઓએ ભગવાનનું સ્વાગત કરેયું હતું.


યાત્રાળુઓ માટે એડવાઈઝરી કરાઈ જાહેર!

આ ચારધામની યાત્રામાં સૌથી વધારે વાતાવરણ વિધ્ન નાખે છે. ખરાબ વાતાવરણને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં 30 એપ્રિલ સુધી રોકી દેવામાં આવ્યું છે. રવિવારે પણ ખરાબ હવામાનને કારણે વરસાદ વરસ્યો હતો. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.         




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..