ઉત્તરાખંડના ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજના દિવસથી થઈ ગઈ હતી. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ 22 એપ્રિલના રોજ ખુલી ગયા હતા ત્યારે આજે ભગવાન કેદારનાથના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે. સવારે 6.20 વાગ્યે મંત્રોચ્ચાર અને ધૂન સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યાથી મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ધાર્મિક પરંપરાઓ સાથે રાવલ નિવાસથી બાબા કેદારની પંચમુખી ભોગ મૂર્તિ ડોલી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. આજે સવારે હર હર મહાદેવના નાદ વચ્ચે કેદારનાથ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરને 20 ક્વિંટલ ફૂલોથી સજાવામાં આવ્યું છે.
બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ ધામ!
દર્શનાથીઓ માટે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડની ચારધામો યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. 22 એપ્રિલે યમનોત્રી તેમજ ગંગોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે એટલે કે ભક્તોની હાજરીમાં કેદારનાથ મંદિરના દ્વાર વિધી વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે બદ્રીનાથ મંદિરના દ્વાર 27 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. મળતી માહિતી અનુસાર 8 હજાર જેટલા લોકોએ ભોલે બાબાના દર્શનનો લાભ લઈ લીધો છે.
ખરાબ વાતાવરણ બની શકે છે ચારધામ યાત્રામાં વિધ્ન!
ચારધામ યાત્રા દરમિયાન સારું વાતાવરણ રહે તે જરૂરી હોય છે. બરફવર્ષા થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચારધામ યાત્રાએ આવતા દર્શનાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત કરાવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ખરાબ વાતાવરણ અને ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.