ભક્તો માટે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર, ભગવાનના દર્શન થતાં ભક્તોમાં છવાઈ આનંદની લાગણી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-17 12:21:49

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક પ્રસિદ્ધ યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. તેમાં જગતમંદિર દ્વારકા, સોમનાથ, સાળંગપુર, ચોટીલા સહિતના મંદિરોનો સમાવેશ થાય છે. વાવાઝોડાની સ્થિતિને ઘ્યાનમાં રાખી 15 જૂનના રોજ દ્વારકા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડા બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ભગવાનના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. ભગવાનના દર્શન માટે સવારથી ભક્તોની લાઈન જોવા મળી રહી છે તેમજ ભક્તોમાં અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે.

   


ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્યા! 

ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતથી પસાર થઈ ચક્રવાત આગળ વધી ગયું છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડાનો ખતરો ટળતા, મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી ઉઠી છે. મંદિર બહાર લોકો ઝૂમી રહ્યા છે. 


અનેક દિવસો સુધી ધજાની કરાઈ પૂજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે અનેક દિવસો સુધી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી ન હતી. જે મંદિરમાં દિવસની પાંચ ધજાઓ ચઢતી હતી ત્યાં અનેક દિવસો સુધી ધજા ચઢાવાઈ ન હતી. માત્ર ધજાની પૂજા કરવામાં આવતી હતી. થોડા દિવસો માટે બે ધજાઓ ફરકી હતી પરંતુ ભારે પવનને કારણે એક ધજા ખંડિત થઈ ગઈ હતી. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતાં ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.           



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?