મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર! હિમવર્ષા અને હજારો ભક્તોની હાજરીમાં ખોલાયા મંદિરના કપાટ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:08:37

ઉત્તરાખંડના ચારધામ યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. ત્યારે 22 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા ત્યારે આજે ચાર ધામ યાત્રાના ચોથા યાત્રા ધામ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામને 15 ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હિમવર્ષા વર્ષે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

  

ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર!

ચારધામ યાત્રાનો પ્રારંભ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે. હિમવર્ષા અને કડકડતી ઠંડી વચ્ચે ચારધામ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ ગંગોત્રી તેમજ યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે 25 એપ્રિલે કેદરારનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાયા હતા. ત્યારે આજે સવારે 7.10 કલાકે મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. મંદિરના દ્વાર જ્યારે ખોલવામાં આવ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરવામાં  આવી હતી. તે ઉપરાંત સેનાનું બેન્ડ પણ ત્યાં હાજર હતું. મળતી માહિતી અનુસાર જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. 

હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથના કપાટ!

25 એપ્રિલના રોજ કેદરાનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખોલાયા હતા ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે બે દિવસની અંદર જ વીસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.