ભારતમાં અનેક યાત્રાધામો આવ્યા છે. પરંતુ ચારધામનો વિશેષ મહિમા રહેલો હોય છે. હજારો તેમજ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ચારધામના દર્શન કરવા આવતા હોય છે. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ તેમજ કેદારનાથની યાત્રાને ચારધામ યાત્રા કહેવામાં આવે છે. 2023માં આ તારીખથી ચારધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે.
22 એપ્રિલથી ખુલશે ગંગોત્રી-યમનોત્રીના ધામ
ચારધામના દ્વાર ક્યારથી ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગંગોત્રી-યમનોત્રીના કપાટ 22 એપ્રિલથી ખોલવામાં આવશે જ્યારે કેદારનાથના કપાટ 26 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલના રોજ ખુલશે. હજારો ભક્તોની આસ્થા ચારધામ સાથે જોડાયેલી હોય છે. દર વર્ષે લાખો ભક્તો ચાર ધામની યાત્રા કરતા હોય છે.
હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ
ગંગોત્રી અને યમનોત્રી ધામ ઉત્તરકાશીમાં સ્થિત છે. ગંગોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલ્વાના છે. ગંગોત્રીનગરથી 19 કિમી દૂર ગોમુખ છે. ગંગોત્રીનું ગંગોત્રી મંદિર સમુદ્રથી 3042 મીટરની ઉંચાઈ છે. કેદારનાથ એટલે ભગવાન શંકરનું ધામ. કેદારનાથ એટલે ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ. ગંગોત્રી એટલે માતા ગંગાનું ઉદગમ સ્થાન અને યમુના નદીનું ઉદગમ સ્થાન એટલે યમનોત્રી.