સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના એક સિવિલ જજને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.એ જજ પર આરોપ હતો કે પુરૂ જજમેન્ટ લખ્યા વગર જ ઓપન કોર્ટમાં ચુકાદાનો નિર્ણય આપી દેતા હતા. આ મામલે તપાસ કરવામાં આવી હતી. પરંતુ જજે પોતાના પર લાગેલા આરોપ સ્ટેનોગ્રાફર પર ઢોળી દીધા હતા. પરંતુ તો પણ સુપ્રીમ કોર્ટે જજને આડેહાથ લીધા હતા.
શું હોય છે કોલેજિયમ સિસ્ટમ?
સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમની વાત કરીએ. મુખ્ય ન્યાયાધીશ અથવા તો સીજેઆઈ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનું જૂથ જે દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય લે છે અને તેમના નામની રજૂઆત કેન્દ્ર સરકારને કરે છે તેને કોલેજિયમ કહેવામાં આવે છે. પરંતુ અનેક વખત આ સિસ્ટમ પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ સવાલ ઉઠાવતા આવ્યા છે. આ સિસ્ટમથી તે નાખુશ હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. બંધારણની ભાવના મુજબ ન્યાયાધીશોની નિમણૂંક કરવાનું કામ સરકારનું છે. કોલેજિયમ સિસ્ટમમાં સરકારના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માગ પણ કરી હતી.
કિરણ રિજ્જુના નિવેદન પર પણ ઉઠાવ્યા સવાલો!
તે બધા વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું નિવેદન સામે આવ્યું છે. કેરળ હાઈકોર્ટમાં આયોજીત કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કિરણ રિજ્જુના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે પરંતુ સાથે સાથે તેમણે કહ્યું હતું કે કોલેજિયમ સમક્ષ પણ કેટલાક આરોપો આવતા હોય છે. જોકે આ આરોપો પર ગંભીર રીતના કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે લોકતંત્રમાં સ્વતંત્ર ન્યાયપાલિકા પર પણ ભાર મૂક્યો હતો.
કોલેજિયમ સિસ્ટમને લઈ પૂર્વ જજે આપ્યું નિવેદન!
તેમણે કહ્યું કે જરાક વિચાર તો એવું નહીં હોય તો શું થશે? વધુમાં તેમણે કહ્યું કે પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. ત્યારે જો સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા આવા આરોપો લગાવવામાં આવતા હોય તો તે ન્યાયતંત્ર માટે એક મોટો પ્રશ્ન છે.