ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. શિક્ષકો, માજી સૈનિક, આરોગ્યકર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડી રહ્યા છે. તો હવે વન રક્ષકો પણ મેદાનમાં ઉતરી પોતાની માગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ગાંધીનગર ખાતે પહોંચી મોટી સંખ્યામાં વન રક્ષકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર અને ગ્રેડપે વધારા સહિતની અનેક માગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે.
સરકાર સામે વધુ એક પડકાર
એક તરફ વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે બહાર પડી શકે છે તો બીજી તરફ એક બાદ એક આંદોલનનો ગાંધીનગર ચાલી રહ્યા છે. પોતાની પડતર માગણીઓને લઈ સ્વાસ્થય કર્મી, નિવૃત્ત આર્મી જવાનો, શિક્ષકો તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ આંદાલન કરી રહ્યા છે ત્યારે હવે વન કર્મચારીઓ આંદોલનના મેદાનમાં ઉતરી ગયા છે જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.