હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, આ તારીખો સુધી વરસાદની સંભાવના નહીંવત! જુઓ Jamawatનું Weather Analysis


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 16:42:41

દિવસ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવે છે. આજે વરસાદની જે પરિસ્થિતિ છે તે આવતી કાલે ન પણ હોય. જે જગ્યા માટે વરસાદની આગાહી કરવામાં આવી હોય ત્યાં જો આવતી કાલે માટે જોવામાં આવે તો પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. ચોમાસાની શરૂઆત થઈ તે દરમિયાન એટલે કે શરૂઆતી મહિનાઓમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનો તો કોરો કટ સાબિત થયો હતો. સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણી કરી હતી. પાક સારો થશે તો સારી કમાણી થશે તેવી આશાઓ ખેડૂતોએ રાખી હતી. પરંતુ વરસાદે જાણે ખેડૂતોને દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. 

બિપોરજોયની અસર પડી વરસાદની સિસ્ટમ પર 

ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ તી. મહિનાઓની અંદર વરસાદે રેકોર્ડ તોડી દીધા હતા. અનેક ટકા વરસાદ વરસી ગયો હતો પરંતુ ઓગસ્ટની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો વિતી ગયો પરંતુ વરસાદના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે પરંતુ 7 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ પર ઘણી અસર પડી છે. 



સપ્ટેમ્બર મહિનામાં પણ જોવી પડશે વરસાદની રાહ 

એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે પરંતુ વરસાદને ગુજરાતથી દૂર લઈ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોએ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. સપ્ટેમ્બર મહિનામાં તો ચોમાસાના અંતનો પ્રારંભ હોય છે પરંતુ આ વખતે તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બીજા રાઉન્ડની પ્રતિક્ષા ખેડૂતો કરી રહ્યા છે. જો વરસાદ નહીં પડે તો તેમના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે.        

7 તારીખ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે મેઘરાજાની પધરામણી 

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે તેવી આગાહી કરવામાં આવતી હોય છે. આગામી પાંચ દિવસ ક્યાં વરસાદ થશે, કેવો વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર બીજી તારીખે નવસારી, દમણ તાપી,વલસાડ, ડાંગ,દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સરખી પરિસ્થિતિ 3,4 અને 5 તારીખ માટે પણ દર્શાવવામાં આવી છે. 



અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આ આગાહી 

6 અને 7 સપ્ટેમ્બર પછી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. પરંતુ ત્યાં સુધી તો વરસાદને લઈ ખેડૂતોએ અને આપણે બધાએ રાહ જોવી પડશે. 7 તારીખે દક્ષિણ ગુજરાત, દાહોદ, સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર જોવા મળવાની છે. ત્યારે જોવું રહ્યું કે વરસાદ ક્યારે વરસશે?



જ્યારે ગરીબના દીકરાને જોઈએ છે ત્યારે આપણને દયા આવી જાય છે.. અનકે દિવસોના ભૂખ્યા બાળકો હોય છે જે જમવા માટે તરસતા હોય છે..

દેશની સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. આવતી કાલ સુધી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે...

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...