સાચી પડી હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં શીતલહેરનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-14 10:05:22

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં અનેક દિવસના વિરામ બાદ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. પવનને કારણે પતંગરસિયાઓને મોજ પડવાની છે.


પવનનો સાથ મળતા પતંગ રસિયાઓને પડશે મોજ 

સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. લોકો વહેલી સવારથી પતંગ ચગાવવા પહોંચી ગયા છે. રાજ્યમાં થોડા દિવસોથી ઓછી ઠંડી પડી રહી હતી પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. પતંગ ઉડાવતી વખતે પવનનો સાથ હોવો જરૂરી છે. જો પવન ન હોય તો લોકોને પતંગ ચગાવવાની મજા આવતી નથી. ત્યારે આ ઉત્તરાયણમાં પવનનો સારો સાથ મળશે. 


આવનાર દિવસોમાં ઠંડીનું વધશે પ્રમાણ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. તાપમાનનો પારો હજી પણ ગગડી શકે છે. અનેક શહેરોમાં ઠંડો પવન વહી રહ્યો છે. પવન સારો હોવાને કારણે પતંગ ચગાવવાની મજા આવશે. આગાહી પ્રમાણે આજે આખો દિવસ સારો પવન રહેશે. પવનની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ કરી છે આગાહી 

આવનાર સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. નલિયામાં તાપમનાનનો પારો ઘટી ગયો જેને કારણે ત્યાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ આગાહી કરી હતી. જે મુજબ હાડકા થીજવી દે તેવી ઠંડી પડવાની છે. રાજ્યના તમામ શહેરોના તાપમાનની વાત કરીએ તો પારો 10 ડિગ્રીની આસપાસ રહેશે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...