બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતમાંથી પસાર થઈ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હજી વાર છે. કેરળ સુધી ચોમસું પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાને કારણે રાજ્યના તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું હતું. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રીય ન હોવાથી આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ભેજ વાળું વાતાવરણ રહેશે જેને કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત!
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ડાંગ, સુરત તેમજ વડોદરા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પવન ફૂંકાવવાને કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. તેમના અનુમાન અનુસાર 26 તેમજ 27જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.