વરસાદને લઈ કરવામાં આવી આગાહી! જાણો કઈ જગ્યાઓ પર આજે વરસી શકે છે વરસાદ, ચક્રવાતને લઈ આવી અપડેટ!


  • Published By :
  • Published Date : 2023-06-05 10:30:02

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોઈ જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ થયો તો કોઈ જગ્યાએ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. બે કલાક પડેલા વરસાદે અનેક જગ્યાઓ પર તારાજી સર્જી છે. નુકસાનના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે આજે પણ વરસાદ બેટિંગ કરી શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે.


લક્ષદ્વીપ પાસે હળવું દબાણ સર્જાતા આવશે ચક્રવાત!

ઉનાળાના સમય દરમિયાન રાજ્યમાં અનેક વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાઓ પર આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે વાવાઝોડાને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે નિષ્ણાંતોના મતે લક્ષદ્રીપ પાસે હળવું દબાણ 7 જૂનની આસપાસ સર્જાશે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું 13 જૂને ટકરાઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ વરસી શકે છે. 12,13 અને 14 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ઉપરાંત 50થી 60 કિમીની ઝડપ વાળો પવન પણ ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.         

 

ગઈકાલે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

મહત્વનું છે કે ઘણા સમયથી વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈકાલે પણ વરસાદે રાજ્યના 131 તાલુકામાં ધોધમાર બેટિંગ કરી હતી. રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ  2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.