કોરોના સંક્રમણ ઘટવાને કારણે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ તો હાલ શરૂ જ છે ત્યારે આજથી ફ્લાવર શોનો પણ શુભારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલો રાખવામાં આવશે. આ શો 12 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. અંદાજ પ્રમાણે આ શોમાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ શકે છે.
મુખ્યમંત્રીના હસ્તે થયું ઉદ્ધાટન
દેશમાં તેમજ રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધવાની ભીતી સેવાઈ રહી છે. સતર્ક રહેવા, ભીડ ભેગી ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે. લાખોની સંખ્યામાં લોકોએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લીધી છે. અનેક બાળકો તેમજ વડીલો દ્વારા મુલાકાત લેવામાં આવી છે. ત્યારે આજથી ફરી એક વખત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ફ્લાવર શોમાં વયસ્ક માટે 30 રુપિયાની ટિકિટ રાખવામાં આવી છે.
શું સાચે થાય છે નિયમોનું પાલન?
ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણને કારણે ચિંતા વધી છે. અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ભારતમાં પણ કોરોના કેસ ન વધે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના કેસને પહોંચી વળવા ગુજરાત સરકાર પણ કાર્ય કરી રહી છે. પરંતુ કોરોના સંક્રમણના ભય વચ્ચે મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સરકારના નિયમો પ્રમાણે ભીડભાળ વાળી જગ્યાઓ પર માસ્ક વગર એન્ટ્રી આપવામાં નહીં આવે. કાંકરિયા કાર્નિવલમાં પણ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે શું સાચે નિયમોનું પાલન થાય છે. લોકો કોરોનાને લઈ ગંભીર બન્યા છે??