લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનું પહેલું ટીઝર આવ્યું સામે! ભાજપે લખ્યું મુજે ચલતે જાના હૈ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-15 09:15:06

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ  તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપ પણ 2024માં થનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો, યોજનાઓ તેમજ સરકાર પર કરવામાં આવેલા પ્રહારોને લઈ એક એનિમેડેટ વીડિયો શેર કર્યો છે.

   

પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું!

એક તરફ જ્યાં વિપક્ષમાં એકતાની કમી દેખાઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપે 2024 લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો, યોજનાઓની માહિતી આપવામાં આવી છે. વીડિયોને જોતા લાગે છે કે  2024 ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત વીડિયોમાં અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ પર પણ કટાક્ષ કર્યા છે. ત્યારે દેશ 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. કેપ્શન એવું આપવામાં આવ્યું છે મુજે ચલતે જાના હૈ...


આવનાર દિવસોમાં આવી શકે છે રસપ્રદ વળાંક! 

હજી લોકસભાની ચૂંટણીને અનેક મહિનાઓ બાકી છે. રાજકીય પાર્ટીઓએ હજી સુધી એક્ટીવ થઈ પ્રચારમાં નથી ઉતરી. આવનાર મહિનાઓમાં રાજનીતિમાં અનેક વળાંક આવી શકે છે. પ્રચાર દરમિયાન એક બીજા પર શાબ્દિક પ્રહાર પણ કરવામાં આવી શકે છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણી રસપ્રદ રહી શકે છે તેવું લાગી રહ્યું છે.     

    



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..