પોતાની આગામી ફિલ્મ ભોલાને લઈ બોલિવુડ એક્ટર અજય દેવગણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભોલા ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં અજય દેવગણ હાથમાં શ્રીમદ્ ભગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવેલા જોવા મળ્યા હતા. અજયનો પ્રથમ લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ટ્રેક નઝર લગ જાયેગી રિલીઝ થઈ ગયું છે.
30 માર્ચે રિલીઝ થવાની છે મુવી
30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં અજય દેવગણની ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ જેવા કલાકારો જોવા મળવાના છે, મોશન પોસ્ટર રિલીઝ કરતા અજય દેવગણે લખ્યું હતું કે એક ચટ્ટાન, સૌ શૈતાન. ઈસ કલિયુગ મેં આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023.
અલગ અંદાજમાં જોવા મળ્યા અજય
ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારથી લોકો ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ટ્રેક નજર લગ જાયેગી રિલીઝ થયું છે જેમાં અજય અલગ લૂકમાં જોવા મળ્યા છે. આ ગીતને જાવેદ અલીએ ગાયું છે જ્યારે ઈર્શાદ કામિલે આ સોન્ગના લખ્યું છે. જ્યારે આ ગીતને રવિ બસરૂરે કંપોઝ કર્યું છે.