ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક મોહમ્મદ માંકડે 93 વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયની બિમારી સામે સંઘર્ષ કર્યા બાદ શનિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લોકપ્રિય વાર્તાકાર તેમજ પત્રકારિત્વ ક્ષેત્રે તેમનું અમુલ્ય યોગદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018થી સન્માનિત કરાયા હતા.
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ હતા
લોકપ્રિય નવલકાર અને કટાક્ષકાર મોહમ્મદ માંકડની અનેક નવલકથાઓ ખૂબ પ્રખ્યાત છે. તેમાં ધુમાસ, મોરપિંચ્છના રંગ, અજાણ્યાં બે જણ, રાતવાસો, ખેલ, મંદારવૃક્ષ ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત કેલિડોસ્કોપ (ભાગ 1-4), આનંદની વાત એ છે કે આપણે મનુષ્યોને ખૂબ પ્રસિદ્ધિ મળી છે. તેમનો જન્મ 13 ફ્રેબ્રુઆરી 1928ના રોજ પળિયાદ એટલે કે હાલના બોટાદમાં થયો હતો. બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સુરેન્દ્રનગર સ્થાયી થઈ ગયા હતા. તે બાદ 1982થી1992 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવા કરી હતી.