વિધાનસભામાં આજે રજૂ થશે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-24 09:51:55

ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવાના છે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત અનેક વિધેયક રજૂ કરવાના છે. સવારે 11થી 11.30 વાગ્યાની આસપાસ કનુ દેસાઈ બજેટ પેશ કરવાના છે. આ બજેટ 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રો માટે જંગી રકમ ફાળવવામાંઆવી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આત્મનિર્ભર થીમ પર હોઈ શકે છે બજેટ! 

ગઈ કાલથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો હતો. પ્રથમ દિવસે અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આજે નાણા મંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રના બજેટ બાદ સૌ કોઈની નજર રાજ્યના બજેટ પર છે. લોકોને આશા છે કે આ બજેટમાં તેમને મોટી રાહત મળી શકે છે. કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભરતા અંગે વાત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર પણ આ પ્રમાણે બજેટ આત્મનિર્ભર થીમ પર રજૂ કરી શકે છે. મોંઘવારીનો માર પ્રજાને ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી શકે છે. 


બજેટની રકમમાં દર વર્ષે કરાય છે વધારો  

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિત જીત હાંસલ થઈ છે. 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે. સમયાંતરે સરકાર દ્વારા બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું, 2022-23માં 2.43 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થવાનું છે. એવું કહી શકાય કે દર વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો થાય છે તો આ બજેટમાં પણ વધારો કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ બજેટમાં પેટ્રોલ ડિઝલમાં રાહત મળી શકે છે. તે ઉપરાંત સરકાર વેટમાં વધારો કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...