છેલ્લા ઘણા સમયથી વિદેશથી અંધાધૂધ ફાયરિંગ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે અમેરિકાના કેંટુકી રાજ્યમાં સોમવારે ફાયરિંગ થયું હતું જેમાં 5થી 6 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હમલાવરે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું.
ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા
અમેરિકાથી અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાથી ફાયરિંગની ઘટના સામે આવી છે. કેંટકીના સૌથી મોટા શહેર લુઈસવિલેમાં ફાયરિંગની ઘટના બની છે. અંધાધૂધ ફાયરિંગમાં અંદાજીત 5થી 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે કહ્યું કે એક અધિકારી સહિત ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.