ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝની આજે અંતિમ મેચ, તિરૂવનંતપુરમ ખાતે રમાશે મેચ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-15 08:57:14

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ છે. તિરૂવનંતપુરમ ખાતે મેચ રમાવાની છે. વન ડે સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો  વિજય થયો છે. ભારત 2-0ની લીડ સાથે આગળ છે. અંતિમ મેચ હોવાને કારણે આ સીરીઝ જીતવાનો પ્રયત્ન ભારત કરશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના 1.30 વાગ્યે શરૂ થશે. 


2 મેચમાં ભારતનો થયો છે વિજય 

તિરૂવનંતપૂરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે ભારત-શ્રીલંકાની વન-ડેની અંતિમ મેચ રમાવાની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. ભારતે 3 મેચોમાંથી બે મેચમાં જીત પોતાને નામ કરી લીધી છે. ત્યારે આજની મેચ જીતી સીરીઝ પોતાને નામ કરવા મેદાનમાં ઉતરશે. 2-0ની લીડ હોવાને કારણે આજની આ મેચ રોમાંચક હશે.  


સીરીઝને જીતવા ભારતીય ટીમનો પ્રયાસ 

સીરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ભારતનો 67 રનથી વિજય થયો હતો. આ સિરિઝની બીજી મેચ કોલકાત્તાના સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી. જેમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાની પસંદ હતી અને ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 43.2 ઓવરમાં જ આ ટાર્ગેટને હાંસલ કરી જીત પોતાને નામ કરી લીધી હતી. ત્યારે આજે સીરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમ ખાતે રમાવાની છે. મેચ પહેલા ભારત ટીમના અનેક ખેલાડીઓના ફોટા વાયરલ થયા છે જેમાં તેઓ ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.       

  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?