વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં પૂર્વ ગ્રહણ સાથે ચંદ્રોદય જોવા મળ્યો હતો. કોલકાતા, કોહિમા, પટના, પૂરી, રાંચીમાં ચંદ્રગ્રહણ જોવા મળશે.
વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ
મુંબઈમાં છ વાગ્યા બાદ આંશિક ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 6.19 કલાકે પૂર્ણ થઈ જશે. આગામી વર્ષે 2023માં કુલ ચાર ચંદ્રગ્રહણ જોવા મળશે. વર્ષ 2023માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જોવી મળશે. જો કે ભારતમાં તો માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ જોવા મળશે.
સૌથી પહેલા પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમેરિકા થઈને ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં બ્લડમૂન જોવા મળ્યું હતું. ભારત અને જાપાનમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્વાટેમાલામાં અડધું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.