બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 2 ધૂમ કમાણી કરી રહી છે. ત્યારે અજય દેવગનની ફિલ્મને વરુણ ધવનની ફિલ્મ ભેડિયા ટક્કર આપી રહી છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી રહી છે. બોલિવુડમાં ઘણા સમય બાદ આવી ફિલ્મ આવી છે દર્શકોને આકર્ષિત કરી રહી છે. દ્રશ્યમ 2ની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે જ્યારે ગુરૂવારે રિલીઝ થયેલી વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાએ કુલ 28 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.
વિકએન્ડ પર ભેડિયાને મળ્યો સારો પ્રતિસાદ
વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. ફિલ્મે પ્રથમ દિવસે થોડી ઓછી કમાણી કરી હતી પરંતુ રવિવારે આ ફિલ્મનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મની કુલ કમાણી 28 કરોડ જેટલી થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ છે. આ કમાણીનો આંકડો ધીરે ધીરે વધી શકે છે.
દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ
અજય દેવગની ફિલ્મ દ્રશ્યમ 2ને રિલીઝ થયાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી પણ દ્રશ્યમ 2ને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. 7 વર્ષ પહેલા જ્યારે દ્રશ્યમ પડઘા પર આવી હતી તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે આ ફિલ્મને એના કરતા લોક ચાહના મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મે રિલીઝ થયાના થોડા દિવસો બાદ જ બમ્પર કમાણી લીધી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ તગડી કમાણી કરશે. અને આ ફિલ્મ તગડી કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 143 કરોડ જેટલું થઈ ગયું છે.