આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાને કારણે આપણે ત્યાં તાપમાનનો પારો સતત ગગડતો હતો. ત્યારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે જેમ ઠંડીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે તેમ ગરમી પણ આ વર્ષે રેકોર્ડ તોડશે. વાત સાચી પણ પડતી લાગી રહી છે. ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી ગયું છે.
તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર
આ વર્ષે હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ગુરૂવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં આવો તાપ અનેક વર્ષો બાદ પડી રહ્યો છે. ફેબ્રુઆરીની બપોર જાણે ઉનાળાના મહિનાની બપોર હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. કચ્છ ભૂજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જો ફેબ્રુઆરીમાં આ હાલ છે તો ઉનાળાના મહિના શું હાલત થશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે.