આમ તો શાળા એ સરસ્વતીનું ધામ કહેવાય છે અને શિક્ષક ભગવાન સમાન હોય એ અત્યાર સધી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ આ સરસ્વતીના ધામને કેટલાક હેવાનો લાંછન લગાવવા બેઠા છે ગાંધીનગરના માણસાની શાળામાં શિક્ષકે એક એવી કરતૂત કરી છે કે માનવામાં ન આવે..
વાત જાણે એમ છે કે એક શિક્ષક શિક્ષિકાના એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો અને હદ વટાવી નાખી...આ શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે શિક્ષિકાને બદનામ કરવા શાળાની આજુબાજુમાં શિક્ષિકા વિષે બિભસ્ત લખાણ વાળા પોસ્ટર લગાવી દીધા
માણસાની એક વિદ્યાલયના લંપટ અશોક પ્રજાપતિ નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષિકાને હેરાન કરી તેને પ્રપોઝ કરતો હતો પરંતુ શિક્ષિકા આ લંપટનો ઈરાદો સમજી ગઈ હતી અને પ્રપોઝનો ઇન્કાર કરી દીધો હતો જેને લઇ આ શિક્ષક બોખલાઈ ગયો હતો અને શિક્ષિકાને બદનામ કરવાનો કારસો રચ્યો અને શિક્ષિકાના વિષે બિભસ્ત લખાણો લખી પત્રિકાઓ છપાવી હતી પત્રિકામાં શિક્ષિકાનું નામ અને અન્ય સહ પુરુષના નામ જોડી શાળાની પરબ, શાળાની બહારની દીવાલો પર લગાવી હતી
વિદ્યાર્થીઓને ધમકાવી પોસ્ટરો લગાવડાવ્યા
અંગ્રેજી વિષયનો અશોક નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે તેણે ભુલકાઓને પણ ન છોડ્યા શાળાના વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થીઓ પાસે પત્રિકાઓ વહેંચાવડાવી હતી..પત્રિકાઓ જોઈ ચોંકી ગયેલી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પુછપરછ કરી હતી કે આ પત્રિકાઓ કોણે આપી તો ભાંડો ફૂટ્યો હતો કે અશોક વિદ્યાર્થીઓને ધમકાવી ડરાવી આ પત્રિકાઓ વહેંચવાનું કહ્યં હતું
શિક્ષિકાએ કંટાળીને હિંમત બતાવી
છેલ્લા ઘણા વર્ષોથી અંગ્રેજી વિષય ભણાવતો શિક્ષક આ શિક્ષિકાને હેરાન પરેશાન કરતો હતો પંરતુ શિક્ષિકા દ્વારા આ બાબતને જતું કરતી હતી પરંતુ આ પોસ્ટર જોયા બાદ શિક્ષિકા હતાશ થઈ ગઈ હતી જોકે ત્યારબાદ આ શિક્ષિકાએ હિંમત બતાવી અને પોલીસ પાસે પહોંચી હતી માણસા પોલીસે આ બાબતને ગંભીરતાએ લઈને આરોપીની ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરી દીધો હતો